દાહોદ જિલ્લા પંચાયતની સલરા બેઠકના મહિલા જિલ્લા પંચાયત સભ્યના પતિને સંતરામપુર પોલીસે પ્રોહીબીશનના ગુન્હામાં ઝડપી પાડી જિલ્લા પંચાયત સભ્યના પતિને પોલસે જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સંતરામપુર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને તેમજ વોન્ટેડ વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવાની કામગીરીમાં જાેતરાઈ છે ત્યારે ગતરોજ સંતરામપુર પોલીસને મળેલ બાતમીના આધારે પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે ટીના પારગીને સંતરામપુર પોલીસે તેના આશ્રયસ્થાનેથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મુકેશ ઉર્ફે ટીના પારગીના પત્નિ દાહોદ જિલ્લા પંચાયતની સલરા બેઠકના સભ્ય છે. આ સમાચાર વાયુવેગ ફેલાતા સમગ્ર જિલ્લા પંચાયત આલમ સહિત ભાજપના મોવડી મંડળમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિની ધરપકડથી અનેક મોટા ખુલાસાઓ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સંબંધ�
Dohad, Dahod | Aug 17, 2026