સુરતના MTB કોલેજ ખાતે ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચને લગતા મુદ્દે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બેનરો સાથે રોડ પર ઉતરી સૂત્રોચ્ચાર કરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. વિરોધને પગલે પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ વાહનમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી અંગેના મુદ્દાઓને લઈને દેશના વિવિધ સ્થળોએ પણ વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
#NSUI #GyaneshKumar #ElectionCommission #StudentProtest #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Oct 2, 2026