દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે AAP સહિત વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને SIR પ્રક્રિયા અંગેના આક્ષેપોને લઈને આ વિરોધ યોજાયો હતો. દિલ્હી પોલીસે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધો લાદી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ 500થી વધુ દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે કેટલાક અહેવાલોમાં આ સંખ્યા 700થી વધુ હોવાનું જણાવાયું છે.
#SIRProtest #JantarMantar #GyaneshKumar #AAPProtest #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Oct 2, 2026