ચાકલીયા રોડ-1 આંગણવાડી કેન્દ્રની પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશીએ મુલાકાત લીધી
દાહોદના પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી દ્વારા ચાકલીયા રોડ-1 આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો માટે ચાલી રહેલી વિવિધ શૈક્ષણિક, પોષણલક્ષી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્ર ખાતે 3થી 4 વર્ષ અને 4થી 6 વર્ષના બાળકો માટે રમતગમત ભાગ-1 અને ભાગ-2 તેમજ કલર કામ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોમાં સર્જનાત્મકતા, શીખવાની ક્ષમતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કિશોરીઓ માટે થીમ આધારિત પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોષણની થાળીનું ચિત્ર દોરી તેને તૈયાર કરવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિના માધ્યમથી કિશોરીઓમાં સંતુલિત અને પોષણયુક્ત આહાર અંગે સમજણ વિકસાવવાન