સિહોર: ખાખરીયા પાટીયા પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત, 60 વર્ષીય જેઠાભાઈ ચાવડાનું મોત
સિહોર. ખાખરીયા પાટીયા પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા જેઠાભાઈ ચાવડા (ઉંમર 60 વર્ષ)નું કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ 108 મારફતે તેમને સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.અકસ્મતની ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.