દાહોદના ઇટાવા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
દાહોદ તાલુકાના ઇટાવા ગામ ખાતે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ તેમજ આરોગ્ય સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવાસેતુ કાર્યક્રમમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તાલુકા પ્રમુખ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે ઉભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કુલ 194 લાભાર્થીઓની ઓપીડી તપાસ કરવામાં આવી હતી. જ્યારે 144 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર અને સુગરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 71 લાભાર્થીઓના PMJAY એટલે કે આયુષ્માન ભારત કાર્ડ બનાવવામાં આવ્યા હતા.
PMMVY તથા નમો શ્રી યોજના હેઠળ પણ 4 લાભાર્થીઓને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.