લીમડાબરા-૮ અને ઉચવાણિયા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી
દાહોદ આઈ.સી.ડી.એસ. શાખા, દાહોદ ઘટક-૨ અંતર્ગત ઉચવાણિયા સેજાના લીમડાબરા-૮ અને ઉચવાણિયા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તાલુકા સભ્ય દિપકભાઈ રાકેશભાઈ ભુરીયા, સરપંચ ચંપાબેન નાનીયાભાઈ ડામોર, બાળ વિકાસ યોજના અધિકારી તથા આઈ.સી.ડી.એસ. ટીમ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આંગણ ઉત્સવ દરમિયાન આંગણવાડી કેન્દ્રના બાળકોને સુખડી અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને પૌષ્ટિક આહાર મળે અને નાનપણથી જ પોષણ અંગે જાગૃતિ કેળવાય તે દિશામાં આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રના ત્રણ તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ બાળકોના વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોના આરોગ્ય અને પોષણમાં પરિવારની ભૂમિકા મહત્વપ�