દાહોદમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ ઝુંબેશની જાહેરાત
ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ દાહોદ જિલ્લામાં મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા (18-19 વર્ષના યુવાનો માટે) તેમજ સુધારા-વધારા માટે ખાસ ઝુંબેશ દિવસો જાહેર કરવામાં આવ્યા છે.
ખાસ ઝુંબેશના દિવસો:
૧૧ ઓક્ટોબર ૨૦૨૬ (રવિવાર)
૧૮ ઓક્ટોબર ૨૦૨૬ (રવિવાર)
૨૫ ઓક્ટોબર ૨૦૨૬ (રવિવાર)
૦૧ નવેમ્બર ૨૦૨૬ (રવિવાર)
સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી
સ્થળ: જિલ્લાના તમામ મતદાન મથકો (બુથ લેવલ અધિકારી - BLO હાજર રહેશે)
આ દિવસો દરમિયાન ફોર્મ-૬, ૭ અને ૮ સ્વીકારવામાં આવશે. તમામ પાત્ર નાગરિકો અને યુવાનોને આ તકનો લાભ લેવા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, દાહોદ દ્વારા અપીલ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે તમારા BLO અથવા મતદાર નોંધણી અધિકારીનો સંપર્ક કરવો. #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda
Dohad, Dahod | Oct 4, 2026