બુટલેગરોનો નવો કીમિયો, સુરતમાં ટ્રેન બની દારૂની હેરાફેરીનો અડ્ડો? સ્થાનિકોએ રંગેહાથ ઝડપી પાડ્યા
સુરતમાં **ટ્રેન મારફતે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ થયો હોવાનો મામલો** સામે આવ્યો છે. દાવો છે કે બુટલેગરોએ ટ્રક-સ્કોર્પિયો જેવા વાહનોને બદલે હવે ટ્રેનનો ઉપયોગ કરવાનો કીમિયો અજમાવ્યો હતો.
મોટો દારૂનો જથ્થો ટ્રેનમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની માહિતી મળતા **જાગૃત સ્થાનિકોએ કથિત બુટલેગરને રંગેહાથ ઝડપી પાડ્યો** હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ઘટનાને પગલે **રેલવે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.** જોકે, દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોનો છે અને સમગ્ર હેરાફેરીમાં કોણ સંડોવાયેલું છે તે અંગેની હકીકત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
#surat #suratnews #suratbreaking #liquor #liquorsmuggling #bootlegger #railway #railwaypolice #suratrailway #gujaratnews #gujaratinews #breakingnews #viralnews #hotlinenews
Udhna, Surat | Aug 29, 2026