Breaking: સુરતમાં ફિલ્મી ઢબે અપહરણ કરાયેલા યુવકને પોલીસે છોડાવ્યો, ₹૪૦ લાખની ડિસ્કવરી ગાડી અને પિસ્તોલ જપ્ત
સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત તારીખ ૦૧/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૧૦:૪૦ વાગ્યે પિસ્તોલ અને ચપ્પુ બતાવીને એક ઇસમનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, અલથાણ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનારને હેમખેમ મુક્ત કરાવ્યો છે.
પકડાયેલ આરોપીઓના નામ:
૧. રીષભ મુકેશભાઇ નાહટા (રહે. પાલેપોઇન્ટ, ઉમરા, સુરત)
૨. દેવ ચેતનકુમાર આહિર (રહે. અડાજણ, સુરત)
૩. લક્ષ્મણ વામનભાઇ રાઠોડ (રહે. ઉમરાગામ, સુરત)
કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ કિંમત રૂપીયા ૪૧,૪૦,૦૦૦/-):
• ચપ્પુ નંગ-૦૧ અને પિસ્તોલ નંગ-૦૧
• લેન્ડ રોવર ડિસ્કવરી ફોરવ્હીલ ગાડી (GJ-05 RM 7114) – કિંમત રૂ. ૪૦,૦૦,૦૦૦/-
• મોબાઇલ નંગ-૦૩ – કિંમત રૂ. ૧,૪૦,૦૦૦/-
આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩, આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત અને સુરતના અવનવા ક્રાઈમ અને બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને Like, Share અને Subscribe જરૂર કરો!
#SuratCrime #AlthanPolice #SuratPolice #GujaratNews #BreakingNews #CrimeUpdate #SuratSamachar #PoliceAction
Surat Crime News, Althan Police Station, Surat Police Arrest, Kidnapping Case Surat, Gujarat Police Raid, Rishabh Mukeshbhai Nahata, Dev Chetankumar Ahir, Laxman Wamanbhai Rathod, Surat News Live, Surat Police Press Note, 112 Helpline Rescue, BNS 2023 Case Surat, Althan News, Surat Samachar, Breaking Crime News Gujarat, Discovery Car Seized Surat
Udhna, Surat | Oct 3, 2026