ખંભાત: નગરપાલિકાના દિવાળી લોકમેળાની હરાજી સંપન્ન, ચકડોળ ગ્રાઉન્ડ રૂ. 65 લાખ અને પાથરણા રૂ. 15 લાખમાં ટેન્ડર થયા.
Khambhat, Anand | Sep 30, 2026 ખંભાતમાં દર વર્ષે યોજાતા પરંપરાગત દિવાળી લોકમેળાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા આ વર્ષના લોકમેળા માટે યોજાયેલી હરાજી પ્રક્રિયામાં ગત વર્ષની સરખામણીએ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, જેનાથી નગરપાલિકાની આવકમાં મોટો વધારો થયો છે.ચકડોળ ગ્રાઉન્ડની હરાજીમાં રૂ. 65 લાખમાં (18% GST સાથે કુલ રૂ.76.70 લાખ) અર્જુન એન્ટરટેન્ટમેન્ટના માલિકને ઇજારો મળ્યો છે. જ્યારે પાથરણા વિભાગની હરાજીમાં રૂ.15 લાખમાં નક્કી થયું છે.