Public App Logo
ગુજરાત સરકારે તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીની કામગીરીનું સ્પષ્ટ વિભાજન કર્યું છે. તલાટી કમ મંત્રી હવે મુખ્યત્વે ‘પંચાયત સચિવ’ તરીકે ગ્રામ પંચાયતની કામગીરી સંભાળશે. જન્મ-મરણ નોંધણી, પંચાયત વેરા, BPL દાખલા, સ્વચ્છતા અને પીવાના પાણીની જવાબદારી તેની રહેશે. જમીન રેકોર્ડ, વારસાઈ-પેઢીનામું અને જમીન સંપાદન જેવી કામગીરી મહેસૂલી તલાટી કરશે. PM-KISAN, e-KYC, PM-SVAMITVA અને પાક ચકાસણીની જવાબદારી પણ મહેસૂલી તલાટીને સોંપાઈ છે. સરકારના નિર્ણયથી બંને કેડર પરનો કામનો બોજ ઘટશે અને ગ્રામ્ય સેવાઓ ઝડપી બનશે. #GujaratGovernment #Talati #GramPanchayat #RevenueTalati #RuralDevelopment #HumDekhengeNews - Ahmadabad City News