દાહોદ DRDA ખાતે ‘તંદુરસ્ત કિશોરી સ્પર્ધા ૨૦૨૬’ના વિજેતાઓનું સન્માન
દાહોદ સ્થિત DRDA કચેરી ખાતે ICDS વિભાગ દ્વારા ‘તંદુરસ્ત કિશોરી સ્પર્ધા ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓમાં આરોગ્ય અને પોષણ અંગે જાગૃતિ વધે તેમજ તેઓ સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરાય તે હેતુસર યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સ્પર્ધા દરમિયાન વિવિધ માપદંડોના આધારે કિશોરીઓના આરોગ્ય અને પોષણ સંબંધિત પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનેલી કિશોરીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. વિજેતા કિશોરીઓને પ્રોત્સાહિત કરતાં તેમના આરોગ્ય, પોષણ અને વ્યક્તિત્વ વિકાસ ક્ષેત્રે સતત આગળ વધવા માટે શુ