મુન્દ્રામાં કર્મચારીઓના ધરણાંના 7મા દિવસે કોંગ્રેસ અગ્રણીઓની મુલાકાત
મુન્દ્રા ખાતે કર્મચારીઓ દ્વારા અયોગ્ય બદલી અને કામના વધતા બોજ સહિતના પ્રશ્નોને લઈને ચાલી રહેલા શાંતિપૂર્ણ ધરણાંના 7મા દિવસે રાજકીય અને સામાજિક આગેવાનોએ સ્થળ પર પહોંચીને કર્મચારીઓ સાથે મુલાકાત કરી.
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ, મહામંત્રી અર્જણભાઈ ખટારિયા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ સુલતાનસિંહ જાડેજા, માજી સરપંચ જોરૂભા ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નાનજીભાઈ મહેશ્વરી, મુન્દ્રા કોંગ્રેસ અગ્રણી ગોપાલ ગઢવી સહિતના આગેવાનોએ કર્મચારીઓની રજૂઆતો સાંભળી હતી.
આગેવાનોએ કર્મચારીઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે બનતા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. સાથે જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા ધરણાંને સમર્થન આપી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
#mundra #adni #congress