બાવળાના A.K. સર્કલથી ટાવર ચોક તરફ જતા મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જૂની પોસ્ટ ઓફિસ સામે ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતાં હનુમાનજી મંદિર સુધી ગંદકી ફેલાઈ છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે, જ્યારે 50થી વધુ દુકાનદારો પણ પરેશાન છે. ગંદા પાણીના કારણે રોગચાળાની ભીતિ વચ્ચે સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક ગટર સમસ્યા દૂર કરવાની માંગ કરી છે. પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓના ગણવેશ ગંદા થઈ જતા તેમને શાળાએ પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. મહત્વના ધાર્મિક સ્થળો તરફ જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી નગરપાલિકા તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.
#Bavla #DrainageProblem #CivicIssue #AhmedabadDistrict #PublicComplaint #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Oct 4, 2026