Surat Cyber Crime: Share Marketમાં ડોલર રોકાણની લાલચ આપી ₹1.52 કરોડની ઠગાઈ!
સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી. શેરબજારમાં ડોલર રોકાણના નામે ₹1.52 કરોડની ઓનલાઈન છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. આરોપીઓએ ફેક વેબસાઇટ અને વોટ્સએપ દ્વારા રોકાણકારને વધુ વળતરની લાલચ આપી હતી. કુલ ₹1,52,63,198 વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ફરિયાદ બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ માહિતીના આધારે આરોપીનું લોકેશન ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા મળ્યું. પોલીસે ખંભાળિયામાંથી રિયાઝ ઉર્ફે શોએબની ધરપકડ કરી, જે કમિશન પર બેંક ખાતા આપતો હોવાનો ખુલાસો થયો. પોલીસે લોકોને સાયબર છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 પર ફરિયાદ કરવાની અપીલ કરી છે.
#suratcybercrime #cybercrime #onlinefraud #cyberfraud #sharemarketfraud #investmentscam #whatsappscam #fakesite #suratnews #suratpolice #gujaratinews #gujaratnews #breakingnews #cybercrimeindia
Udhna, Surat | Aug 17, 2026