સિહોર: શિહોર તાલુકાના મોટાસુરકા ગામના 44 વર્ષીય રમેશભાઈ મોહનભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
મોટાસુરકા ગામના 44 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત શિહોર તાલુકાના મોટાસુરકા ગામના 44 વર્ષીય રમેશભાઈ મોહનભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. મળતી વિગતો મુજબ તબિયત લથડતાં તેમને પ્રથમ શિહોરની શ્રેય હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન ફરજ પરના તબીબે રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા.