ખંભાત: શહેરના રૂટો પર ગણેશ વિસર્જન નિમિત્તે પોલીસ સહીત રેપિડ એક્શન ફોર્સનું મેઘા ફૂટ પેટ્રોલિંગ કરાયું.
Khambhat, Anand | Sep 24, 2026 ખંભાત શહેરમાં ગણેશ વિસર્જન પર્વને પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વધારી દેવાઈ છે.ખંભાત શહેર પોલીસ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે.બાંટવાની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિગ યોજાયું હતું. જે ફૂટ પેટ્રોલિંગ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, રેપિડ એક્શન ફોર્સની ટીમો જોડાઇ હતી.વિસર્જન યાત્રા રૂટ તેમજ દરિયા કાંઠે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.