Public App Logo
ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ગુજરાત રાજ્ય સહિત દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસું સક્રિય રહેતા આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. #Gujarat #WeatherUpdate #GujaratRain #RainUpdate #gujaratweather - Ahmadabad City News