Public App Logo
પૂરના ગંદા પાણીએ હજારો નવસારીવાસીઓના ઘરોમાં તારાજી સર્જી અને લોકોને દિવસો સુધી યાતના ભોગવવા મજબૂર કર્યા, એ જળબંબાકાર પાછળ કુદરતી કાંસ પર ગીધની જેમ વળગેલા ગેરકાયદે દબાણો જ મુખ્ય કારણ સામે આવતાં જાગેલા તંત્રે બુલડોઝરનો કડક હથોડો વીંઝવાનું શરૂ કર્યું છે. આ મેગા ડિમોલિશન ડ્રાઇવ અંતર્ગત પ્રાંત અધિકારીની સીધી દેખરેખ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નેશનલ હાઈવે 48 પર આવેલી નિરાલી હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે કુદરતી કાંસ પર કરાયેલા પાકા દબાણ અને ભવ્ય એન્ટ્રન્સ ગેટ પર જેસીબી ફેરવીને તેને જમીનદોસ્ત કરી દેવાયો છે. કલેક્ટર મનીષ ગુરવાણીના કડક આદેશથી હાઈવેના મધ્યથી 40 મીટર અને કાંસથી 9 મીટરની હદમાં નાગચૂડ બનાવીને બેઠેલાં તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડી કાંસને ખુલ્લો કરાયો છે, પણ સવાલ એ છે કે નિરાલી હોસ્પિટલ પર ચાલેલું આ બુલડોઝર માત્ર બે દિવસનો આડંબર બની રહેશે કે પછી શહેરમાં ગેરકાયદેસર રીતે કાંસ પચાવીને બેઠેલા તમામ વગદારો પર પણ આવનારા દ - Navsari News