સિહોર: શિહોરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
શિહોરના રામનગર નવા પ્લોટિંગ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ.
ફરિયાદ મુજબ મકાનમાલિક દિનેશભાઈ ગીગાભાઈ મકવાણાનું મકાન 5 સપ્ટેમ્બરથી બંધ હતું. 30 સપ્ટેમ્બરે ઘરે પરત ફરતા મકાનના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.ઘરમાં તપાસ કરતાં સોના-ચાંદીના દાગીના સહિત ધાતુના વાસણોની ચોરી થયાનું સામે આવ્યું. ચોરી થયેલી વસ્તુઓની કુલ કિંમત આશરે ₹25 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું.પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.