Public App Logo
આનંદનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં યુવતી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસ મુજબ, ઈન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી સોસાયટીના ધાબા પર ગઈ હતી ત્યારે ત્યાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડે તેના પર હુમલો કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટના બાદ આરોપી યુવતીનો મોબાઇલ ફોન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. યુવતીએ મદદ માટે બૂમો પાડતાં સોસાયટીના લોકો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સોસાયટીમાં માત્ર 6 દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈને સ્થાનિક પોલીસ, LCB અને ક્રાઈમ બ્રાન્ચની કુલ 10 ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહને હેબતપુર વિસ્તાર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા કેટલાક વર્ષોથી અલગ-અલગ સિક્યુરિટી એજન્સીઓમાં - Ahmadabad City News