ખંભાત: નગરા ગામે ગલ્લા પાસે કચરો નાંખવાના વહેમમાં એકને લાકડીથી ફટકાર્યો
Khambhat, Anand | Sep 27, 2026 ખંભાત તાલુકાના નગરા ગામે રહેતો અમિતભાઈ ઉર્ફે કાળીયો ઘનશ્યામભાઈ વાલ્મિક ગામની ભાગોળે બસસ્ટેન્ડ પાસે વડાપાંઉ ખાઈને ચાલતો-ચાલતો ઘર તરફ જતો હતો. દરમ્યાન ગલ્લાવાળા તુષારભાઈ ભઈલાલભાઈ સોનીએ તેને ગલ્લા પાસે બોલાવ્યો હતો અને તુ મારા ગલ્લા આગળ કચરો તેમજ પ્લાસ્ટીકની કોથળીઓ કેમ નાંખે છે તેમ જણાવીને ઝઘડો કર્યો હતો.ત્યારબાદ ગમે તેવી ગાળો બોલીને ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો.ગલ્લામાંથી લાકડી કાઢીને ત્રણ-ચાર ઝાપોટો ડાબા હાથે તેમજ પગની જાંઘો ઉપર મારી હતી.