Public App Logo
ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકના મામલે ABVP દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ જ મુદ્દે ગુજરાત યુનિવર્સિટી પાસે પણ ABVPના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. વિરોધ દરમિયાન ઝારખંડ સરકારનું પૂતળું સળગાવવાને લઈને પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ થઈ હતી. પૂતળું સળગાવતી વખતે આગ વધુ ફેલાતા એક કાર્યકરના પગે પણ આગ લાગી હતી, જોકે નજીકમાં રહેલા વરસાદના પાણીમાં પગ મૂકતા મોટી ઘટના ટળી હતી. ત્યારબાદ પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. ( ABVP, GujaratUniversity, Ahmedabad, StudentProtest, Jharkhand Paper Leak ) #ABVP #GujaratUniversity #JharkhandPaperLeak #Ahmedabad #StudentProtest - Ahmadabad City News