સિહોર: જૂની અદાવતમાં લોહિયાળ ખેલ, હુમલાખોરોએ યુવકની આંખ ફોડી નાખી ચાર લોકો પર ફરિયાદ
સિહોર તાલુકાના સણોસરા ગામે જૂની અદાવતને લઈને એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની સળગતી ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકની ડાબી આંખમાં કાયમી ઈજા થઈ છે.૨૦/૦૯/૨૦૨૪ ના રોજ રાત્રિના સમયે તેઓ તેમના ઘર પાસે હતા, ત્યારે અગાઉ થયેલી બોલાચાલી અને જૂની અદાવત રાખીને ચાર શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા.