અયોધ્યા રેલવે સ્ટેશન પર એક યુવક ટ્રેનની છત પર ચઢી જતાં અફરા-તફરી મચી ગઈ હતી. યુવક હાઈ-વોલ્ટેજ ઓવરહેડ વીજળીના તારની ખૂબ નજીક પહોંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં GRP અને RPFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો.
⚠️ સાવધાન: ટ્રેનની છત અથવા રેલવેના વીજળીવાળા તારની નજીક જવું અત્યંત જોખમી છે. આવી હરકત ક્યારેય ન કરવી.
Udhna, Surat | Aug 14, 2026