દાહોદ જિલ્લાના ઝાલોદમાં 70 હજારના ચેક રિટર્ન કેસમાં ખાટવાડાના શખ્સને એક વર્ષની સજા
કોર્ટે1.40 લાખ વળતરનો હુકમ કર્યો તથા ન ચૂક્વાય તો વધુ 6 માસની કેદ
ઝાલોદ કોર્ટે ચેક બાઉન્સના કેસમાં કડક ચુકાદો આપ્યો હતો. હાથ ઉછીના લીધેલા નાણાં પરત ન કરવાના મામલે અદાલતે 1 શખ્સને દોષિત ઠેરવતા 1 વર્ષની સાદી કેદની સજા અને મૂળ રક્મથી ડબલ એટલે કે ३८.1,40,000 વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. ઝાલોદ પોસ્ટ ઓફિસ સામે રહેતા ફરિયાદી મુકેશભાઈ વિજુભાઈ વસૈયા સાથે ઝાલોદ તાલુકાના ડબગરવાસમાં રહેતાં આરોપી ખાટવાડા, કિશોરભાઈ કાળીદાસ પરમારને સારા સંબંધો હતા. આરોપીને નાણાકીય જરૂરિયાત ઊભી થતાં ફરિયાદી પાસેથી રૂા.70,000 હાથ ઉછીના માંગ્યા હતા. આ રમની ચૂકવણી માટે આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઝાલોદ શાખાનો ચેક ફરિયાદીને આપ્યો હતો. જો કે, ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાને કારણે આ ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. ચેક રિટર્ન થયા બાદ કાયદેસરની નોટિસો મોકલવા છતાં આરોપી દ્વારા નાણા
Dohad, Dahod | Oct 5, 2026