સિહોર: શિહોરના અમરગઢ ખાતે કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ. શ્રી શક્તિસિંહ ગોહિલ ની અધ્યક્ષ તામાં
અમરગઢ (જીથરી) ગામે શિહોર તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ શિહોર તાલુકાના અમરગઢ (જીથરી) ગામે શિહોર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓને સંગઠિત કરવા તેમજ આગામી સમયમાં જનહિતના મુદ્દાઓને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.