સિહોર: સિહોર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં SIS ભરતી કેમ્પ પર સવાલ! SIS ભરતીમાં ઉમેદવારો પાસેથી ₹350 વસૂલવાના આક્ષેપથી ખળભળાટ
સિહોર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં યોજાયેલા SIS સિક્યુરિટી ભરતી કેમ્પમાં ઉમેદવારો પાસેથી ₹350 વસૂલવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છેભરતી માટે આવેલા ઉમેદવારો પાસેથી આ રકમ કયા નિયમ અને મંજૂરીના આધારે લેવામાં આવી? રકમની સત્તાવાર રસીદ આપવામાં આવી કે નહીં? તેવા સવાલો ઉઠ્યા છે.આ મામલે ઉમેદવારો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાની માહિતી છે