દાહોદ ખાતે ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’ યોજાયો
દાહોદ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગૌરવપૂર્ણ ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર વીર જવાનોના બલિદાનને યાદ કરવા અને યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.
કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દાહોદ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દાહોદ સ્થિત કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન દેશની સશસ્ત્ર સેનાઓમાં ઉત્કૃષ્ટ સેવા આપ્યા બાદ શહીદ થયેલા દાહોદ જિલ્લાના વીર સૈનિકોના પરિવારજનોનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ દ્વારા શહીદ સૈનિકોના પરિવારજનોને શાલ ઓઢાડી તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હ�