સિહોર: પતિએ રાજસ્થાન દારૂ લેવા મોકલી. પત્નીઓ દારૂ લઈ સિહોર સુધી પહોંચી, હાઇવે પર એલસીબીનો સપાટો
દારૂની હેરાફેરી માટે મહિલાઓનો ઉપયોગ થતો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. પાલીતાણા ની બે મહિલાને એલસીબીએ 168 બોટલ અને 34 બોટલ બીયર ના ટીન સાથે ઝડપી પાડી પૂછપરછ દરમિયાન મહિલાઓ દ્વારા તેમના પતિ દ્વારા રાજસ્થાન દારૂ લેવા મોકલેલ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે બંને મહિલા સહિત બંનેના પતિ ઉપર પ્રોહીબીશાન એક્ટ ગુનો નો દાખલ કરી. ધોરણસર ની કાર્યવાહી કરેલ છે શિહોરના અર્જુન પેટ્રોલ પંપ પાસેથી બંને મહિલાઓને ભાવનગર એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે