ગાંધીધામ: ગાંધીધામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાકક્ષાની વિશાળ તિરંગા યાત્રા યોજાઈ
આજરોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા ગાંધીધામ ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાઈ હતી.