ખંભાત: ખંભાતની રાજમહલ પાર્ક સોસાયટીમાં છેલ્લા 1 સપ્તાહથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા અંધારપટ્ટ, રજુઆત બાદ પણ પરિણામ શૂન્ય
રાજમહલ પાર્ક સોસાયટીમાં આવેલા આશરે 8 જેટલાં વીજ થાંભલાઓ પર સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. રાત્રીના સમયે આ થાંભલાઓ પર અજવાળું ન હોવાથી આખો વિસ્તાર અંધારામાં ડૂબી જાય છે.રાત્રિના સમયે સોસાયટીમાં અંધારપટ્ટ છવાતા રહીશો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અંધારામાં સોસાયટીમાં જીવજંતુઓ ન દેખાતા જોખમ ઉભું થયું છે અને અંધારાનો લાભ લઈ તસ્કરો સોસાયટીનાં ઘરોમાંથી હાથફેરો કરી જાય તેની ભીતિ પણ વ્યાપી છે.