વલસાડ પંથકમાં દારૂની હેરાફેરી કરતા મોટા નેટવર્કનો સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMC ગાંધીનગરની ટીમે પર્દાફાશ કર્યો છે. દમણથી લક્ઝુરિયસ ક્રેટા કારમાં દારૂનો મોટો જથ્થો લાવી કલસર ગામે ગ્રાહકોની રિક્ષાઓ અને મોપેડમાં કટિંગ કરી આપવાના ચાલતા ગોરખધંધા પર SMCએ તવાઈ બોલાવી છે. પોલીસે સ્થળ પરથી દારૂ અને વાહનો સહિત કુલ ₹19.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
દમણ સરહદેથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવાના નેટવર્ક અંગે મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે કલસર ગામે છાપો માર્યો હતો. બૂટલેગરો દ્વારા દમણથી ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો લાવી કલસર ગામે અન્ય ગ્રાહકોની રિક્ષાઓ અને ટુ-વ્હીલરમાં કટિંગ કરી સપ્લાય કરવામાં આવી રહ્યો હતો.
પોલીસ રેડ દરમિયાન સ્થળ પરથી સંજય ઉર્ફે ભર્યો (રિક્ષા ડ્રાઇવર), નિમિષાબેન પટેલ અને પન્નાબેન પટેલ નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય વોન્ટેડ બૂ�
Valsad, Valsad | Oct 4, 2026