ગાંધીધામ: કંડલા બંદરે એક જ દિવસમાં 9.63 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ નોંધાવ્યો
દિનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલાએ એક જ દિવસમાં 9,63,951 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરી નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. અગાઉ તા.7 સપ્ટેમ્બર 2026ના રોજ DPA કંડલાએ 9,03,904 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ સાથે DPA કંડલાએ પોતાનો જ અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી મેરિટાઇમ ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે.