ગાંધીધામ: પોલીસ દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ‘નારી તું નારાયણી’ કાર્યક્રમ દરમિયાન સાયબર સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આદિપુર શહેરના પંચમુખી હનુમાનજી મંદિર પ્રાંગણમાં ‘નારી તું નારાયણી’કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. એ.વી. રાજગોરની ઉપસ્થિતિ સાથે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, વેપારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો ઉપસ્થિતિમાં નાર્કોટીકસ ડ્રગ્સ સાયબર સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો