હાલોલ: હાલોલની કલરવ શાળામાં 80 માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાઈ,વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
હાલોલની કલરવ શાળામાં 80 માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી શાળાના પ્રાંગણને તિરંગા ધ્વજ અને આસોપાલવ તોરણ થી સુશોભિત કરવામાં આવ્યુ હતું.સમગ્ર વાતાવરણ જાણે કે દેશ પ્રેમના સુગંધ થી મહેકી ઊઠયું હતુ શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા રશ્મિકાબેન પટેલ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.જેમા શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોષીપુરા અને ટ્રસ્ટી હાર્દિકભાઈ જોષીપુરા હાજર રહ્યા હતા