હાલોલ: હાલોલ-અરાદ રોડ પર કાર પલટી ખાતાં સર્જાયો અકસ્માત: કાર ખાડામાં ખાબકી ઊંધી વળી ગઇ હતી
હાલોલ-અરાદ રોડ પર નાયરા પેટ્રોલ પંપ નજીક તા.11 ઓગસ્ટ મંગળવારે સાજના સુમારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અરાદ તરફથી હાલોલ તરફ આવી રહેલી એક કાર અચાનક અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ઝડપી હતો કે કાર રોડની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં ઉતરી જઈને ઊંધી વળી ગઈ હતી.