સરકાર આપના દ્વારે, સેવા સૌના હિતે”
સેવા સેતુ 2.1 અંતર્ગત ધરમપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એક જ સ્થળે વિવિધ સરકારી વિભાગોની સેવાઓ અને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી મળી રહે તે છે. વિવિધ અરજીઓ, જરૂરી પ્રમાણપત્રો, સરકારી યોજનાઓ તથા અન્ય સેવાઓ માટે નાગરિકોને માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી.
સરકારી સેવાઓ માટે નાગરિકોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળે સરળતાથી જરૂરી સેવાઓ ઉપલબ્ધ બને, તે દિશામાં સેવા સેતુ 2.1 એક મહત્વપૂર્ણ પહેલ છે. દરેક પાત્ર લાભાર્થી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને જનસેવાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે, એ જ સંકલ્પ સાથે…
જનસેવા એ જ સંકલ્પ • જનકલ્યાણ એ જ પ્રાથમિકતા
Valsad, Valsad | Sep 30, 2026