ગાંધીધામ: 90 બટાલિયન BSF ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ ટૂર્નામેન્ટ-2026નું સમાપન
90મી બટાલિયન BSF,, ગાંધીધામ ખાતે 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ ટૂર્નામેન્ટ-2026નું રંગારંગ અને ઉત્સાહભેર સમાપન થયું હતું.સમાપન સમારોહમાં સાંસદ વિનોદભાઈ ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે BSF SHQ ભુજના DIG વાય.એસ. રાઠોડ, 90મી બટાલિયન BSFના કમાન્ડન્ટ વિજય કુમાર, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર બી.ડી. ડાવેરા, IAS સહિત BSFના અધિકારીઓ-જવાનો ઉપસ્થિત રહ્યા હતા.