Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

સ્વાતંત્ર્ય પર્વ વિશેષ: કારગિલના રણસંગ્રામથી યુવાનોના ઘડતર સુધીની સફર કરનાર ધરમપુરના નિવૃત્ત કેપ્ટન શંકરભાઈ ગવળીની અવિરત રાષ્ટ્રસેવા આઝાદીના અમૂલ્ય પર્વ નિમિત્તે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામના ડુંગરપાડા ફળિયામાં રહેતા ૬૩ વર્ષીય નિવૃત્ત કેપ્ટન શંકરભાઈ ચીમનભાઈ ગવળીની પ્રેરણાદાયી ગાથા સામે આવી છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા શંકરભાઈએ બાળપણથી જ દેશપ્રેમની ભાવના સાથે આર્મીમાં જોડાવાનું સ્વપ્ન સેવ્યું હતું. ગામના જ નિવૃત્ત એરફોર્સ અધિકારી સ્વ. દિનકરભાઈ પટેલના માર્ગદર્શનથી તેઓ વર્ષ ૧૯૮૦માં ગોધરા ખાતે આર્મીની ભરતીમાં સફળ થઈને સૈનિક તરીકે જોડાયા હતા અને આર્મીમાં ૩૩.૫ વર્ષ સુધી ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી. શંકરભાઈના સૈન્ય જીવનની સફર અત્યંત સાહસિક રહી છે. તેમનું પ્રથમ પોસ્ટિંગ સિક્કિમના માઈનસ ડિગ્રી તાપમાનવાળા બરફાચ્છાદિત વિસ્તારમાં થયું હતું. ત્યારબાદ તેમણે મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ફરજ બજાવી હતી. તેમના જીવનનો સૌથી કપરો અને યાદગાર સમય વર્ષ ૧૯૮૭માં શ્રીલંકામાં એલટીટીઇ (LTTE) સામે લડવા ગયેલી ભારતીય શાંતિસેનાનો ભાગ બનવાનો હતો. બે પહાડો વચ્ચે ચાલેલા ભારે ગોળીબાર અને હુમલા વચ્ચે તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આ ઉપરાંત, કારગિલ યુદ્ધ એટલે કે 'ઓપરેશન વિજય' દરમિયાન નૌશેરા સેક્ટરથી એડવાન્સ ડ્રેસિંગ સ્ટેશન પર ફરજ બજાવતા તેમણે અઢી મહિના સુધી ચારેય તરફથી થતા ગોળીબાર વચ્ચે અડગ રહીને અંદાજે ૮૪ દિવસ સુધી દુશ્મનોનો સામનો કર્યો હતો. તેમની આ શૌર્યભરી સેવાઓ બદલ તેમને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને 'મિસાઈલ મેન' ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્તિ બાદ પણ તેમની રાષ્ટ્રસેવા અટકી નથી. તેમણે સ્વ. દિનકરભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલી મિલિટરી ટ્રેનિંગ એકેડેમી દ્વારા આદિવાસી વિસ્તારના યુવાનોને આર્મી, બીએસએફ, સીઆઈએસએફ, પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ભરતી માટે નિઃશુલ્ક તાલીમ આપવાનું બીડું ઝડપ્યું છે. અત્યાર સુધીમાં તેમની માર્ગદર્શક હેઠળ ૧૧૩ યુવાનો સરકારી સેવામાં જોડાઈને દેશસેવા કરી રહ્યા છે. શંકરભાઈનો સંદેશ છે કે સૈનિક સેવામાંથી નિવૃત્ત થઈ શકે છે, પરંતુ સાચા સૈનિકના હૃદયમાંથી દેશસેવાની ભાવના ક્યારેય નિવૃત્ત થતી નથી. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

Vapi, Valsad | Aug 14, 2026