ગાંધીધામ: હત્યાના પ્રયાસના ગુનાના આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડતી એ-ડિવિઝન પોલીસ
તારીખ 11/ 8 /2026 ના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી પ્રવીણકુમાર અમીલાલ બુગાલિયા સામે ફરિયાદીની ગાડી સાથે ટક્કર માર્યા બાદ પીછો કરવામાં આવતા ફરિયાદીને ગાડી ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી નાસી જવાનો આરોપ હતો.પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી આઠ લાખ કિંમતની ગાડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.