ગાંધીધામ: રાજવી ફાટક રોડ પર પાણીની લાઈનમાં લીકેજની તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ
રાજવી ફાટક રોડ પર ત્રણ દિવસ અગાઉ સીસી રોડ બનાવવાની કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ પડતાં આસપાસના વિસ્તારમાં પાણી વહેવા લાગ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા ચેરમેન મોહનભાઈ ભાનુશાલી દ્વારા તાત્કાલિક સંકલન કરી કોન્ટ્રાક્ટરને સ્થળ પર મોકલી સમગ્ર સ્થિતિની જાણકારી મેળવવામાં આવી હતી.સ્થળ પર ભરાયેલું પાણી પણ બે દિવસમાં સુકાઈ જતાં ગતરોજથી પાણીની લાઈનમાં લીકેજ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.