ગારિયાધાર: ગારિયાધારની આર.એમ. શાહ કન્યા વિદ્યાલય ખાતે સરસ્વતી સાધના અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કુલ ૧૮૨ સાઇકલ વિતરણ કરાય
ગારિયાધારની આર.એમ. શાહ કન્યા વિદ્યાલય ખાતે સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કુલ ૧૮૨ સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી વર્ષાબેન પટેલ, શિક્ષકગણ તેમજ ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થિનીઓને સાઇકલ અર્પણ કરવામાં આવી હતી. સાઇકલ પ્રાપ્ત થતાં વિદ્યાર્થિનીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. શાળાએ આવવા-જવા માટે સાઇકલની સુવિધા મળવાથી ખ