હાલોલ: હાલોલના રામેશરા નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી
છોટાઉદેપુરના વતની અને વડોદરા ખાતે નોકરી કરતા 33 વર્ષીય સંજય રાઠવા શુક્રવારથી પરિવારના સંપર્કમાં ન હતા.યુવક ગુમ થતાં ચિંતિત બનેલા પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી.દરમિયાન, મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા રામેશરા નજીક કેનાલ કિનારેથી યુવકની બાઈક મળી આવી હતી. ત્યારબાદ આજે શનિવારે સવારે કેનાલમાંથી યુવકની લાશ મળી આવી છે