ગાંધીધામ: ગાંજાનો જથ્થો આપનાર મુખ્ય આરોપીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપી રાઘવેન્દ્ર રામાનંદસિંહ રાય (ઉ.વ. 52), રહે. મોરતર, તા. ગઢપુર, જિ. બેગુસરાઈ (બિહાર) ગાંધીધામ ખાતે હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.