હાલોલ: પાવાગઢમાં સ્વચ્છતા માટે પંચાયતની પહેલ,322 જેટલા ડસ્ટબિનનું વિતરણ કર્યું
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાવાગઢ ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. પાવાગઢમાં માંચી તળેટીથી ડુંગર સુધીના વિસ્તારમાં આવેલી દુકાનો આગળ તેમજ આસપાસ ગંદકી ન થાય તે માટે પંચાયત દ્વારા સ્થાનિક વેપારીઓને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું