હાલોલ: પાવાગઢ ખાતે આસો નવરાત્રી નિમિત્તે જતાં યાત્રાળુઓ માટે એસ.ટી.વિભાગ, ગોધરા દ્વારા 55 વધારાની બસોનું આયોજન
આગામી દિવસોમાં શરૂ થઈ રહેલા પવિત્ર આસો નવરાત્રીના તહેવાર દરમિયાન પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ અને મુસાફરોની સુવિધા માટે એસ.ટી. વિભાગ, ગોધરા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.વિભાગ દ્વારા તારીખ ૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૬/૧૦/૨૦૨૬ સુધી પાવાગઢ રૂટ માટે ૫૫ જેટલી વધારાની બસો ફાળવવામાં આવી છે.