ગાંધીધામ: ડીપીએ કંડલા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સીઆઈએસએફ યુનિટ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી
ડીપીએ કંડલા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સીઆઈએસએફ યુનિટ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી. વંદે માતરમની ભાવનાને સમર્પિત રેલીમાં સીઆઈએસએફના જવાનો અને કર્મચારીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન તિરંગો શાનથી લહેરાવવામાં આવ્યો હતો. દેશપ્રેમ અને રાષ્ટ્ર ગૌરવની લાગણી સાથે બાઇક રેલી દ્વારા એક્તા, રાષ્ટ્રભક્તિ અને દેશ પ્રત્યેના પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો.