લખપત: લખપતના લાખાપરમાં પૂજ્ય રામદેવજી મહારાજનો ભવ્ય મેળો સંપન્ન: સંતવાણી અને ધ્વજારોહણ સાથે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Lakhpat, Kutch | Sep 19, 2026 કચ્છ જિલ્લાના લખપત તાલુકાના લાખાપર ગામે આવેલા રામદેવપીર મંદિર ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ પૂજ્ય રામદેવજી મહારાજનો ભાતીગળ મેળો અને ધાર્મિક મહોત્સવ ભારે ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો છે. ભાદરવા સુદ દશમના પવિત્ર દિવસે સંતોના સામૈયા સાથે શરૂ થયેલા આ મહોત્સવમાં રાત્રે વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભવ્ય સંતવાણી રજૂ કરવામાં આવી હતી.